Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Couple kidnapped in Libya returned safely with daughter

Mehsana news: લિબિયામાં અપહ્યુત દંપતિ બાળકી સહિત હેમખેમ પરત ફર્યું, પરિવારે એજન્ટોને 85 લાખની આપી ખંડણી

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Mehsana news: લિબિયામાં અપહ્યુત દંપતિ બાળકી સહિત હેમખેમ પરત ફર્યું, પરિવારે એજન્ટોને 85 લાખની આપી ખંડણી
સોર્સ : GSTV

મહેસાણાના તાલુકાના બદલપુરા ગામનો એક પરિવાર વિદેશ જવાનું સપનું આખરે તૂટી ગયું છે. દંપતિ અને 3 વર્ષની બાળકીને એજન્ટ હર્ષિતે પોર્ટુગલ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. એજન્ટે તેમને દુબઈથી પોર્ટુગલને બદલે લિબિયા મોકલી દીધા, જ્યાં સ્થાનિક માફિયાઓએ આ પરિવારનું અપહરણ કરી લીધું હતું.

App Store

પરિવારે 85 લાખ રૂપિયા એજન્ટોને ચૂકવ્યા

લિબિયામાં ગન પોઈન્ટ પર પરિવારને ગોંધી રાખીને 2.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળતા મહેસાણામાં રહેતા તેમના સ્વજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આખરે, પરિવારે પોતાના દાગીના વેચી અને સગા-સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા મેળવીને 85 લાખ રૂપિયા એજન્ટોને ચૂકવ્યા હતા.

 વિદેશ જવા ઈચ્છતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

ભારે રકઝક અને નાણાંની ચૂકવણી બાદ પરિવાર હેમખેમ વતન પરત ફર્યો છે. મોતના મુખમાંથી પરત ફરેલા પરિવારે હવે લેભાગુ એજન્ટ હર્ષિત વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના વિદેશ જવા ઈચ્છતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે.