VIDEO Breaking : Mehsana ફેમિલી કોર્ટમાં ગાયિકા કાજલ મહેરિયાના નામે બોગસ ડિવોર્સ અરજી
સોર્સ : gstv
લોકગાયિકા કાજલ મહેરિયાના નામે મહેસાણા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી દાખલ થઈ છે. કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને જ્યારે કોર્ટ તરફથી સત્તાવાર નોટિસ મળી, ત્યારે આ સમગ્ર બોગસ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.આ ઘટનામાં જે વકીલોના નામ અરજીમાં દર્શાવવામાં આવ્યા હતા, તેમણે પણ કોર્ટમાં હાજર થઈને સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે આ અરજીમાં તેમની કોઈ સહી નથી. કોઈ અજ્ઞાત શખ્સે વકીલના સનદ નંબરનો ગેરકાયદેસર ઉપયોગ કરીને આ કૂટનીતિ રચી હતી. એટલું જ નહીં, આ નકલી અરજીમાં કાજલ છેલ્લા ૧૨ મહિનાથી પોતાના પિયરમાં રહેતી હોવાનો તદ્દન ખોટો દાવો પણ કરવામાં આવ્યો હતો.આ મામલાને પગલે કાજલ મહેરિયાના વકીલે કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ લેખિત રજૂઆત કરીને આ કાવતરા પાછળ કયા તત્વો જવાબદાર છે તેની ઊંડી તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે.

