Video: કપાસિયા ખોળમાં ભેળસેળના કેસમાં કાર્યવાહી

મહેસાણા જિલ્લામાં કોટનસીડ ઓઈલ કેક એટલે કે કપાસિયા ખોળમાં ભેળસેળના મામલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત અગ્યારમી ઓક્ટોબરે સરકાર સમક્ષ આ અંગે રજૂઆત થઈ હતી. આ રજૂઆતના પગલે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરાઈ હતી અને ૪ ગોડાઉન સીલ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને તપાસ અર્થે એનડીડીબી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસમાં જે મેન્યુફેક્ચરરના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ એટલે કે નબળી ગુણવત્તાના આવ્યા છે, તેનો નિકાલ કરવા માટે રાજ્ય સરકાર તરફથી સૂચના અપાઈ છે. જેના ભાગરૂપે આજે અમિતા પટેલ વેરહાઉસ ખાતે સીલ તોડીને સબ-સ્ટાન્ડર્ડ ૪૮ બેગનો નિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ભવ્ય વેરહાઉસ ખાતે પણ નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જાહેરાત








