મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં મેઘતાંડવ: મધુબન ડેમના ૮ દરવાજા ખોલાયા, દમણગંગા નદી બે કાંઠે થતાં વાપી-સેલવાસ-દમણ એલર્ટ પર!

વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમે

તસવીર: gstv

વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને મધુબન ડેમમાંથી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા દમણગંગા નદીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે અને નદીના પાણી કિનારા વટાવીને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. મેઘવાળ ગામ નજીક આવેલો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે બંને તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. રસ્તો બંધ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો