મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં ૧૩૯ રસ્તા બંધ: કપરાડા-ધરમપુરમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર

વલસાડના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળાં બે કાંઠે

તસવીર: gstv

વલસાડના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળાં બે કાંઠે વહી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કપરાડાના બુરલા નજીક કોલક નદીના પાણી લો-લેવલ કોઝવે પર ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે. ભારે વરસાદ અને પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં કુલ ૧૩૯ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નદીના પાણી કિનારો વટાવીને વહી રહ્યા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી વધી છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો