VIDEO: સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ, 10 તાલુકામાં ધોધમાર વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ લીંબડી અને સાયલામા

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ લીંબડી અને સાયલામાં પાંચ ઇંચ, જ્યારે લખતર, ચોટીલા અને ચુડામાં 4 ઇંચ સુધી વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. મૂળી, વઢવાણ, થાનગઢ, ધાંગધ્રા અને દસાડામાં પણ ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે અને વાવેતરને જીવંતદાન મળ્યું છે. જોકે, આ મેઘમહેરે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે; અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.




