VIDEO: માળિયા હાટીનામાં મેઘતાંડવ: ૩ દિવસમાં ૩૦ ઈંચ વરસાદથી ખેતરોનું ધોવાણ
માળીયા હાટીના તાલુકામાં ત્રણ દિવસમાં આશરે 30 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામોના ખેતરોમા


માળીયા હાટીના તાલુકામાં ત્રણ દિવસમાં આશરે 30 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામોના ખેતરોમાં ભારે ધોવાણ થયું છે. લાઠોદરા, વડીયા, ગાળોદર, ભંડુરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહે ખેતરોની ફળદ્રુપ માટી ધોવાઈ ગઈ છે. જમીનનું મોટા પાયે ધોવાણ થતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેતીલાયક જમીનને નુકસાન પહોંચતા આગામી પાક પર પણ તેની ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. સતત વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતો સરકારે નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી યોગ્ય સહાય અને વળતર આપવાની માંગ કરી રહ્યા છે.




