VIDEO : ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ મોટાભાગના વિસ્તારોમાં સાવર્ત્રિક વરસાદ
ડાંગ જિલ્લામાં લાંબા સમયની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ


ડાંગ જિલ્લામાં લાંબા સમયની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના મુખ્ય મથક આહવા, પ્રવાસન ધામ સાપુતારા અને વઘઈ સહિતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ ચોમાસાના આગમનથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતીકાર્યો માટે સાનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. બીજી તરફ, આ પહાડી વિસ્તારમાં વરસાદ પડતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે




