VIDEO : ડાંગ ભાજપમાં મોટો ભડાકો: ગેરશિસ્ત બદલ પૂર્વ સિંચાઈ અધ્યક્ષ પક્ષમાંથી સસ્પેન્ડ
ડાંગ જિલ્લા ભાજપમાં શિસ્તભંગના પગલે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પૂર્વ સિંચ

ડાંગ જિલ્લા ભાજપમાં શિસ્તભંગના પગલે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પૂર્વ સિંચાઈ અધ્યક્ષ હરેશ બચ્છાવને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનની સૂચના અનુસાર, જિલ્લા પ્રમુખે પાર્ટીમાં ગેરશિસ્ત બદલ તેમના પ્રાથમિક સભ્યપદેથી આ હકાલપટ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે, હરેશ બચ્છાવ મૂળ કોંગ્રેસી નેતા હતા અને પાંચ વર્ષ પૂર્વે ભાજપમાં જોડાયા હતા, જ્યાં તેઓ ગત ટર્મમાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. પક્ષ દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.


