મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ લોકો સામે મેગા સર્ચ ઓપરેશન

આણંદ જિલ્લામાં એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ લોકો સામે મેગા સ

આણંદ જિલ્લામાં એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ લોકો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી અંદાજે 60 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, ‘ઓપરેશન ડેલ્ટા હંટ’ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પકડાયેલા લોકોના આધાર, રહેણાંક અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ઊંડી પૂછપરછ પણ ચાલી રહી છે. આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર વસાહતોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો