મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગેરકાયદે ઉભા કરાયેલા ઝુંપડાઓનું મેગા ડિમોલિશન, પાલનપોરમાં 3350 ચો.મી. જમીન કરાવાઈ ખાલી

સુરતમાં એક તરફ પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વોના દબાણો દૂર કરાવવામાં આવી રહ્યાં છે. તેની બીજી તરફ જિલ્લા કલેકટર ડો

સુરતમાં ગેરકાયદે ઉભા કરાયેલા ઝુંપડાઓનું મેગા ડિમોલિશન, પાલનપોરમાં 3350 ચો.મી. જમીન કરાવાઈ ખાલી

સુરતમાં એક તરફ પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વોના દબાણો દૂર કરાવવામાં આવી રહ્યાં છે. તેની બીજી તરફ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અડાજણ મામલતદારની ટીમ દ્વારા પાલ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

મામલતદાર-પાલિકાનો સ્ટાફ હાજર રહ્યો

સુરત શહેર (ઉત્તર)ના પ્રાંત  અધિકારી નેહાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ શહેરના અડાજણ વિસ્તારના પાલનપોરની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અડાજણ તાલુકાના પાલનપોર વિસ્તારમાં અડાજણ મામલતદાર મનીષ પટેલ અને મહાનગરપાલિકાના સ્ટાફગણ અને પાલ પો.સ્ટેશનના સહયોગથી ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી. 

6.50 કરોડની જમીન પરથી દબાણો હટ્યા

બ્લોક નં.૩૧, ટી.પી.સ્કીમ નં.૯(પાલનપોર) એ.પી.નં.૧૦૭, પરની ૩૩૫૦ ચો.મી. વાળી અંદાજિત રૂ.૬.૫૦ કરોડની સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલા ઝુંપડાઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો