VIDEO : અમદાવાદના આસારામ આશ્રમની બાજુમાં મેગા ડિમોલિશન, મકાન તૂટતાં મહિલાનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદના મોટેરા ગામ ખાતે આસારામ આશ્રમની બાજુમાં મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે 11 વા


અમદાવાદના મોટેરા ગામ ખાતે આસારામ આશ્રમની બાજુમાં મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન માત્ર બે કલાકમાં અનેક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે, પોતાનું મકાન તોડી પાડવામાં આવતા એક મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને તંત્ર સતર્ક બન્યું છે.




