મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં પોલીસનું મેગા કોમ્બીંગમાં, 146 લોકોને રાઉન્ડ અપ કર્યા, બુટલેગરો-તડીપાર-વોન્ટેડ આરોપીઓની ધરપકડ

Ahmedabad News : અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝોન-5માં આવ

VIDEO : અમદાવાદમાં પોલીસનું મેગા કોમ્બીંગમાં, 146 લોકોને રાઉન્ડ અપ કર્યા, બુટલેગરો-તડીપાર-વોન્ટેડ આરોપીઓની ધરપકડ

Ahmedabad News : અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝોન-5માં આવતા રામોલ, અમરાઇવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર અને બાપુનગર જેવા  વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યુ હતું. 8 પોલીસ સ્ટેશનના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને વહેલી સવારે 4 વાગ્યાથી ઓપરેશન હાથ ધરીને કુલ 146 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા. 

વહેલી સવારે 4 વાગે કોમ્બિંગ શરૂ કરાયું

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સચવાય તે માટે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ કાર્યરત છે. જે અનુસંધાને મંગળવારે ઝોન- 5 હેઠળના આઠ પોલીસ સ્ટેશન બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ અને રામોલ વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને રાઉન્ડ અપ કરવા મેગા કોમ્બીંગ હાથ ધરાયુ હતું. વહેલી સવારે 4 વાગે શરૂ કરાયેલા આ કોમ્બિંગમાં આરોપીઓને ઉંઘતા જ ઝડપી લેવાયા હતા. આ કોમ્બીંગમાં કુલ 146 લોકોને રાઉન્ડ અપ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

બુટલેગરો-તડીપાર-વોન્ટેડ આરોપીઓની ધરપકડ

ઝોન-5 ડીસીપી બળદેવ દેસાઈએ જણાવ્યુ કે આ કોમ્બીંગ દરમિયાન પોલીસે તડીપાર કરાયેલા 17 વ્યકિતઓને ઝડપી પાડ્યા હતા. સાથે પોલીસ તપાસના કામે પકડવાના બાકી વોન્ટેડ એવા 38  વ્યકિતઓ, દારૂની પ્રવૃતિ કરતા 24 વ્યકિતઓને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત બે વ્યકિતઓની સામે પાસાની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જયારે અન્ય અટકાયતી પગલાં હેઠળ કુલ 65 વ્યકિતઓની પણ ધરપકડ કરાઇ હતી. 

પોલીસે હથિયારના 54 કેસ કર્યા 

ઝોન-5 ની પોલીસે ગત 20 જુનથી 30 જુન દરમિયાન 54 લોકો સામે હથિયાર ધારાનાં ભંગ બદલ કાર્યવાહી કરી છે. જયારે આઈપીસી 279 અને એમવી એકટ હેઠળ 49, 6 તડીપાર લોકોને પકડ્યા, પ્રોહીબીશનના કુલ 24 કેસ કર્યા છે. જ્યારે એમ વી એકટ 207 મુજબ 7 કેસ અને ઈપીકો 283 મુજબ 2 કેસ કર્યા છે. પોલીસે કુલ 86 વાહનો ડીટેઈન કરીને જુગારના 2 કેસ કર્યા છે. આમ, છેલ્લા 10 દિવસમાં 23 તડીપાર અને 38 વોન્ડેટ આરોપીને પકડીને 24 બુટલેગરો સામે કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો