મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સરકારી અધિકારી વતી 'લાંચ' લેતા દવાનો દુકાનદાર ઝડપાયો, ACBના છટકામાં દબોચાયો

અમદાવાદના એલીસબ્રિજ ડોક્ટર હાઇસમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગના

અમદાવાદ: સરકારી અધિકારી વતી 'લાંચ' લેતા દવાનો દુકાનદાર ઝડપાયો, ACBના છટકામાં દબોચાયો

અમદાવાદના એલીસબ્રિજ ડોક્ટર હાઇસમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટરે 8 હજારની લાંચ માંગી તેનો સ્વીકાર કરતાં દવાનો દુકાનદાર ઝડપાયો છે. એક મેડિકલ સ્ટોર સંચાલકે ACBનો સંપર્ક સાધીને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સપેક્ટર મહેશ બક્ષી ઈન્સેપક્શન માટે મેડિકલ સ્ટોર પર આવતાં હોય છે.

વારે-તહેવારે મેડિકલ સ્ટોરના માલિક પાસે પડાવે છે રૂપિયા

વારે-તહેવારે ફરિયાદી પાસે પૈસાની માંગણી કરીને રૂપિયા પડાવતા હોય છે. 22 જુલાઈના રોજ ફરિયાદીના સ્ટોર પર આવીને પૈસાની વાતચિત કરી રૂપિયા મનિષ ઠક્કર (ખાનગી વ્યક્તિ)ને આપવા જણાવ્યું હતું.

મનિષ હસમુખલાલ ઠક્કરને ઝડપી લીધા 

મેડિકલ સ્ટોર માલિકે ACBમાં જાણ કરી હતી, બાતમીના આધારે ACBએ ટ્રેપ ગોઠવી હતી. ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટર વતી 8 હજારની લાંચ લેતા દિપક મેડિકલ સ્ટોર (ડોક્ટર હાઉસ પરિમલ ગાર્ડન) માલિક મનિષ હસમુખલાલ ઠક્કરને ઝડપી લીધા હતા. 

આ સમાચાર શેર કરો