મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન રોડવેજની બસમાં મુસાફર પાસેથી ઝડપાયું એમડી ડ્રગ્સ

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી રાજ્સ્થાન સરહદ ધરાવતી અમીરગઢ પોલીસે ચે

અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન રોડવેજની બસમાં મુસાફર પાસેથી ઝડપાયું એમડી ડ્રગ્સ

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી રાજ્સ્થાન સરહદ ધરાવતી અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 

અમીરગઢ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે પરમાર પોલીસ સ્ટાફ સાથે દિવાળીના સમયે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ અથવા કોઇ નશીલા પદાર્થની હેરાફેરી ન થાય તે માટે બોર્ડર પર કડક વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન જોધપુરથી અમદાવાદ જતી રાજસ્થાન રોડવેજની બસને રોકી હતી. તેમાં મુસાફરોની ઝીણવટભરી તપાસ કરતા એક મુસાફર પાસેથી નશીલા પદાર્થ એવા એમડી ડ્રગ્સ મળી આવતાં આરોપી અર્ષદખાન અનવર હુસેન (રહે. ચિત્તોડગઢ રાજ્સ્થાન) ની અટકાયત કરી હતી.

અમીરગઢ પોલીસને અર્ષદખાન અનવર હુસેન પાસેથી એમડી ડ્રગ્સ 5.84 ગ્રામ કિંમત 58,40,000 નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો