મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ દુષ્કર્મ કેસમાં લંપટ સ્વામીના મદદગાર મયુર કાસોદરીયાની મહારાષ્ટ્રથી ઘરપકડ

રાજકોટ જિલ્લાના ભાયાવદર તાલુકાના ખીરસરા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ

ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ દુષ્કર્મ કેસમાં લંપટ સ્વામીના મદદગાર મયુર કાસોદરીયાની મહારાષ્ટ્રથી ઘરપકડ

રાજકોટ જિલ્લાના ભાયાવદર તાલુકાના ખીરસરા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામીઓ ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણસ્વરૂપદાસ સ્વામી અને સેવક મયુર કાસોદરીયા ઉપર એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ LCBએ મહારાષ્ટ્ર માંથી આરોપી મયુર કાસોદરીયાની ઘરપકડ કરી છે. સેવક મયુર કાસોદરીયા જામટીબડી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળનું સંચાલન કરતો હતો.

ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણસ્વરૂપદાસ સ્વામી  ફરાર

વડતાલ ગાદી હેઠળ સંચાલિત ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકૂળના ધરમસ્વરૂપદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નારાયણસ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયાએ મદદગારી કર્યાનો આરોપ મૂકાયો છે. ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ હાલ ફરાર થયા હતા, જેમાં આજે  મયુર કાસોદરીયાની ધરપકડ કરવામાં આવી છે. 

ખીરસરા ગુરૂકૂળમાંથી વાલીઓએ સંતાનોના એડમિશન રદ્દ કરાવી લીવીંગ સર્ટીફિકેટ લઈ લીધા

ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકૂળના ધરમસ્વરૂપદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તે ફરાર થઈ ગયા છે. બનાવના પગલે ગુરૂકૂળમાં રજા જાહેર કરી દેવાઈ છે. તો બીજી બાજુ વાલીઓ ગુરૂકૂળમાંથી એડમીશન રદ્દ કરાવવા દોડધામ કરતા થયા છે. ગુરૂકૂળની હોસ્ટેલ પણ ખાલી થવા લાગી છે. વાલીઓ હોસ્ટેલમાંથી બાળકોને પરત લઈ જઈ રહ્યા છે.  ગુરૂકૂળમાં ભણતા બાળકોના વાલીઓ એલસી કઢાવી બાળકોના એડમીશન રદ કરાવવા દોડતા થયા છે. ગુરૂકૂળની હોસ્ટેલ પણ ખાલી થવા લાગી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પરત લઈ જઈ રહ્યા છે. 

આ સમાચાર શેર કરો