TRP અગ્નિકાંડ:દુર્ઘટનાને એક મહિનો વિત્યો નથી ને મેયર નયનાબેન પઢીયા બ્રાઝીલના પ્રવાસે
રાજકોટના નાના મવા રસ્તા પર આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 તારીખે ભયાનક આગ લાગી હતી, આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા

રાજકોટના નાના મવા રસ્તા પર આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 તારીખે ભયાનક આગ લાગી હતી, આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતાં. હજુ આ ઘટનાને એક મહિનો પણ વિત્યો નથી ત્યાં મેયર નયનાબેન પઢીયા વિદેશ પ્રવાસે નીકળ્યા છે.
આજે રવિવારે તેઓ બ્રાઝીલના પ્રવાસે નીકળી ગયા
મળતા અહેવાલ પ્રમાણે આ કાર્યક્રમ સંપૂર્ણ પણે ખાનગી રાખવામાં આવ્યો હતો. આજે રવિવારના રોજ તેઓ બ્રાઝીલના પ્રવાસે નીકળી ગયા છે. તેઓ ઈકલીની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવાના છે. મેયર શોક પાળવાને બદલે વિદેશ યાત્રાએ નીકળી ગયા
ઈકલીની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે
તો બીજી તરફ રાજકોટમાં TRP અગ્નિકાંડ મામલે SITની તપાસ, અધિકારીઓની બદલી, વિપક્ષનું આંદોલન, સીલીંગ ઝુંબેશ, અધિકારીઓની બદલીઓ વચ્ચે મેયર જ શહેરને હાલ મૂકીને વિદેશ પ્રવાસે ગયાની ચર્ચાઓ ચો તરફ ચાલી રહી છે.






