મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માતર: તંત્રની ઘોર બેદરકારી! ડ્રેનેજ કામગીરીમાં ૩ જીઈબીના વીજપોલ ધરાશાયી, સ્થાનિકોમાં રોષ

ખેડા જિલ્લાના માતર ખાતે SBI બેંક નજીક ડ્

તસવીર: gstv

ખેડા જિલ્લાના માતર ખાતે SBI બેંક નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. મેઈન રોડ પર રાત્રે ખોદકામ દરમિયાન GEBના ત્રણ વીજપોલ ધરાશાયી થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. બે વીજપોલ રસ્તા પર પટકાયા જ્યારે એક દીવાલ સાથે અથડાઈને નીચે પડ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજપુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘટના બાદ જવાબદાર એજન્સી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સુરક્ષા ધોરણોના અભાવના આક્ષેપો વચ્ચે અધિકારીઓ સમયસર સ્થળે ન પહોંચતા લોકોમાં વધુ નારાજગી જોવા મળી.

આ સમાચાર શેર કરો