મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: ભંગારના ગોડાઉનમાં અચાનક લાગી ભીષણ આગ, 1 કિમી દૂર સુધી દેખાઈ આગની જ્વાળાઓ

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી ભદ્ર કચેરી નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી ની

Vadodara: ભંગારના ગોડાઉનમાં અચાનક લાગી ભીષણ આગ, 1 કિમી દૂર સુધી દેખાઈ આગની જ્વાળાઓ

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી ભદ્ર કચેરી નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે તે  એક કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે દેખાતી હતી. આગની વિકરાળતા જોઈને આસપાસના વેપારીઓમાં ગભરાઈ ગયા હતા. 

ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, આ ઘટનાને લઈને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો