VIDEO/ Jamnagar: મહિન્દ્રાના શોરૂમમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Jamnagar News: ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. એવામાં જામનગરમાંથી આગ લાગવાનો મામલો સામે આવી રહ
Jamnagar News: ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. એવામાં જામનગરમાંથી આગ લાગવાનો મામલો સામે આવી રહ્યો છે. જામનગર હાપા રોડ પર મહિન્દ્રાના શોરૂમમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું માલુમ પડતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
હજુ સુધી જાનહાનિ કોઈ સમાચાર નથી
તાત્કાલિક ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ ભેદ ઉકેલાયો નથી તેમજ જાનહાનિના પણ કોઈ સમાચાર નથી.




