સુરેન્દ્રનગરમાં ફરી ઝડપાયું ગાંજાનું વાવેતર, ખેડૂતની કરાઈ ધરપકડ
સુરેન્દ્રનગરના વિસાવડી નજીકથી ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર SOG પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હા

સુરેન્દ્રનગરના વિસાવડી નજીકથી ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર SOG પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવુત્તિઓ રોકવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બાતમીના આધારે ખેતાભાઇ વજાભાઈ નગવાડીયા (ઠાકોર ઉવ.૫૦ ધંધો ખેત મજુરી, રહે. વિસાવડી તા.પાટડી જી.સુરેન્દ્રનગર)ને કબ્જા ભોગવટાના મકાનની નવેળી (ગેલેરી)માં ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-૪ જેનો વજન ૯૬૦ ગ્રામ કિ.રૂ.૯૬૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે કેસ નોંધી અટક કરી ઝીઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે.




