મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP અગ્નિકાંડ: મનસુખ સાગઠિયાની કરતૂતોની અસર તેમના ભાઈ પર પડી, ACTP પદેથી હાંકી કઢાયા

રાજકોટ અગ્નિકાંડમાં એકપછી એક ભ્રષ્ટાચારી હોમાઈ રહ્યાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર મ

TRP અગ્નિકાંડ: મનસુખ સાગઠિયાની કરતૂતોની અસર તેમના ભાઈ પર પડી, ACTP પદેથી હાંકી કઢાયા

રાજકોટ અગ્નિકાંડમાં એકપછી એક ભ્રષ્ટાચારી હોમાઈ રહ્યાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાને કરતૂતો હવે તેમના અધિકારી ભાઈને પણ બચાવી શકે તેમ નથી. સરકારે મોડે મોડે શંકાના દાયરામાં રાખીને કે.ડી. સાગઠિયાને ચીફ ટાઉન પ્લાનિંગ (સીટીપી) કચેરીમાંથી હાંકી કાઢ્યા છે.

GIDBમાં બદલી: ભ્રષ્ટાચારી ભાઈની ફાઈલો ક્લીયર કરી છે કેમ તે અંગે તપાસ

મનસુખ સાગઠિયાસામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે. રાજકોટના મહાભ્રષ્ટ અધિકારી અને પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયાએ કાળી કમાણી કરીને કરોડો રૂપિયાની મિલકતો વસાવી છે. તેમને સીટીપી ઓફિસમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા તેમના ભાઈ કે.ડી. સાગઠિયાનો કઈ કઈ ફાઇલમાં ઉપયોગ કર્યો છે તેની તપાસ થઇ શકે છે. હાલ તો કેડી સાગઠિયાને સીટીપીમાંથી ઉઠાવીને જીઆઈડીબીમાં મૂકવામાં આવ્યા છે અને તેમનો હવાલો બીજા અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે.

કેડી સાગઠિયા ગાંધીનગરની ચીફ ટાઉન પ્લાનિંગ

મનસુખ સાગઠિયાના ભાઈ કેડી સાગઠીયા ગાંધીનગરની ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં લાંબા સમયથી ફરજ બજાવે છે. તેમને સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારનો હવાલો સોંપ્યો હતો. મનસુખ સાગઠિયાની તપાસનો રેલો હવે તેમના ભાઈ સુધી પહોંચી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ તેમની અને તેમની મિલકતોની તપાસ કરી શકે છે. બીજીતરફ સરકાર ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીના ઓર્ડર પણ કરી શકે છે.

આ સમાચાર શેર કરો