દુષ્કર્મનાં કેસમાં 10 વર્ષ જેલ ભોગવીને આવેલા યુવાનની પીડિતાના પરિવારે કરી હત્યા
સુરેન્દ્રનગરના પીપરાળી ગામમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં સુરેન્દ્રનગર પોલી

સુરેન્દ્રનગરના પીપરાળી ગામમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં સુરેન્દ્રનગર પોલીસે 4 હત્યારાઓની અટકાયત કરી છે. 2015માં હત્યાનો ભોગ બનનાર વિપુલ પર કિશોરી પર જાતીય શોષણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવાયેલા ઘી અને મીઠાના 10 સેમ્પલ ફેઈલ નિકળ્યા
જેને પગલે વિપુલ સજા ભોગવી બહાર આવ્યો અને તેની હત્યા કરવામાં આવી હોવાનો તપાસમાં ધડાકો કરવામાં આવ્યો છે. કુલ 5 લોકોએ ભેગા મળી તલવાર સહિતના શસ્ત્રોનો ઉપયોગ કરી હત્યાને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ હત્યારામઓમાંથી 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ ઝડપાયેલા હત્યારાઓને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. ઘટનાને પગલે DYSP દ્વારા તપાસ તેજ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું કે, મૃતક વિપુલ સાકરીયાએ વર્ષ-૨૦૧૫માં આરોપી પક્ષની એક દીકરી સાથે દુષ્કર્મ આચરતા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને તેને ૧૦ વર્ષની સજા પડી હતી. જે કેસમાં ત્રણેક મહિના પહેલા જેલમુક્ત થઈને આવ્યો હતો, છતાં જૂના બનાવનું મનદુખ રાખી આજે પાંચ વ્યક્તિએ હત્યા નીપજાવી દુષ્કર્મની ઘટનાનો બદલો વાળ્યો હતો.






