મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પત્રકાર હોવાની ઓળખ આપી બ્લેકમેલ કરી લોકો પાસે લાખો રુપિયા પડાવનાર શખ્સ ઝડપાયો

સુરતમાં લોકોને બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવનાર શખ્સને પોલીસે આખરે ઝડપી પાડ્યો છ

સુરતમાં પત્રકાર હોવાની ઓળખ આપી બ્લેકમેલ કરી લોકો પાસે લાખો રુપિયા પડાવનાર શખ્સ ઝડપાયો

સુરતમાં લોકોને બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવનાર શખ્સને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે. સુરતમાં પત્રકાર હોવાની ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરી લાખો રુપિયા પડાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં સરથાણા પોલીસે લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા ઠગ અલ્પેશ ડોંડાની ધરપકડ કરી છે.  

આ પણ વાંચો : રાજસ્થાનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાની ખાલ અને નખના રેકેટનો પર્દાફાશ

સુરતમાં લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ ત્રણ ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ પત્રકાર હોવાની ઓળખ આપતા અને લોકોને બ્લેકમેલ કરતા હતા. આમ કરીને અલગ અલગ વ્યક્તિઓને નકલી પત્રકારની ઓળખ આપીને બ્લેકમેલ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ સમગ્ર મામલે સરથાણા પોલીસે આરોપી અલ્પેશની ધરપકડ કરી હતી. અને સરથાણા ખાતે આરોપીને લઈ જઈ પોલીસ દ્વારા ઘટનાનું રી- કંટ્રકશન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો