મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha: પોલીસ બનીને ફરતો શખ્સ આબુમાંથી ઝડપાયો, લોકો પાસેથી પૈસા પડાવતો હતો

Banaskantha News: ગુજરાતમાં જાણે નકલીનો રાફટો નીકળી પડ્યો હોય તેમ સતત નકલી ડોક્ટર, પોલીસ ઝડપાઈ રહ્યા છે. એવામાં હ

Banaskantha: પોલીસ બનીને ફરતો શખ્સ આબુમાંથી ઝડપાયો, લોકો પાસેથી પૈસા પડાવતો હતો

Banaskantha News: ગુજરાતમાં જાણે નકલીનો રાફટો નીકળી પડ્યો હોય તેમ સતત નકલી ડોક્ટર, પોલીસ ઝડપાઈ રહ્યા છે. એવામાં હવે બનાસકાંઠામાંથી પોલીસ બનીને ફરતો શખ્સ ઝડપાયો છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાંથી નકલી પોલીસ ઝડપાયો છે.

મળતી માહિતી પ્રમાણે, આબુરોડ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો હતો. પાલનપુર અને આંત્રોલીના ઈસમે પાર્ટી કરવા માટે બોલાવી યુવાનને ફસાવ્યો હતો. અન્ય એક વ્યક્તિએ ગોલ્ડ બિસ્કિટ લાવ્યા અને નકલી પોલીસે તોડ કર્યો હતો. પાર્ટી કરવા બોલાવેલા યુવક પાસેથી એક લાખ પડાવ્યા હતા. ધાક ધમકી અપાતા યુવકે આબુરોડ પોલીસનો સંપર્ક કર્યો હતો. અને આબુ પોલીસે પાલનપુરના દિનેશગીરી નામના યુવકની ધડપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો