અમદાવાદ: કારમાંથી 45 વર્ષીય શખ્સનો મૃતદેહ મળ્યો, ડ્રાઈવિંગ સીટ પર જ ઉડી ગયું પ્રાણ પંખેરુ!
Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં ગત સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં ગત સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શેલા ગામના 45 વર્ષીય વ્યક્તિનું કારમાં જ હાર્ટ એટેક આવવાને કારણે મોત નિપજ્યું હતું. સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ ડ્રાઈવિંગ સીટ પર તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
રાહદારીએ આ મામલે પોલીસને જાણ કરી
મળતી માહિતી અનુસાર, ગુરુવારે (બીજી એપ્રિલ) સાંજના સમયે સોલા પોલીસને માહિતી મળી હતી કે, એક કાર રસ્તા પર ઉભી છે અને તેમાં ચાલક બેભાન અવસ્થામાં છે. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે કારની અંદર એક વ્યક્તિ ડ્રાઈવર સીટ પર સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં નિશ્ચેત પડ્યા છે. તપાસ દરમિયાન મૃતકની ઓળખ 45 વર્ષીય હર્ષદ પ્રજાપતિ તરીકે થઈ હતી, જેઓ મૂળ શેલા ગામના રહેવાસી હતા.
ઘટનાસ્થળે બોલાવવામાં આવેલી 108ની ઇમરજન્સી ટીમે તપાસ બાદ હર્ષદભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન મળી આવ્યા ન હતા. પ્રાથમિક દૃષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.






