VIDEO | Ahmedabad: RTE એડમિશનમાં શાળાઓની મનમાની નહીં ચાલે, કરાયો આ મોટો ફેરફાર
હવે RTE એડમિશનમાં શાળાઓની મનમાની પર રોક લાગશે. અગાઉ શાળાઓ RTEના વિદ્યાર્થીઓને

હવે RTE એડમિશનમાં શાળાઓની મનમાની પર રોક લાગશે. અગાઉ શાળાઓ RTEના વિદ્યાર્થીઓને ફરજિયાત બપોરની પાળી આપતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અન્યાય રોકવા સરકારે ઓનલાઈન ફોર્મમાં જ 'પાળી સિલેક્ટ' કરવાનો નવો વિકલ્પ આપ્યો છે. હવે વાલીઓ અરજી વખતે જ સવાર કે બપોરની પાળી પસંદ કરી શકશે. DEO કચેરીએ શાળાઓની પાળીનું લિસ્ટ સરકારને મોકલી દીધું છે, જેથી ટેકનિકલ ફેરફારો સાથે પારદર્શક પ્રવેશ પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકાય.




