પોરબંદરમાં આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરતો શખ્સ ઝડપાયો, SOGએ કરી ધરપકડ
ગુજરાત ATSના અધિકારીઓએ દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી એક યુવકને જાસુસીના કેસમાં પકડ્યા બાદ પોરબંદરમાં આર્મીનો યુન

ગુજરાત ATSના અધિકારીઓએ દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી એક યુવકને જાસુસીના કેસમાં પકડ્યા બાદ પોરબંદરમાં આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરતા એક શખ્સને એસઓજીની ટીમે પકડ્યો છે.
આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરતો શખ્સ ઝડપાયો
પોરબંદરમાં ચોપાટી પર આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરતા શખ્સને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દબોચી લીધો છે. ચોપાટી પર આર્મીના યુનિફોર્મમાં આંટાફેરા કરતા શખ્સ પર એસ.ઓ.જી.ને શંકા જતા તેની પૂછપરછ કરી હતી. આર્મીના યુનિફોર્મમાં ઝડપાયેલ શખ્સની એસ.ઓ.જી. તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનને આર્મીના યુનિફોર્મ પહેરવાનો શોખ હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાની જાસૂસી સંસ્થા માટે કામ કરતો ગુપ્તચર ઝડપાયો, દ્વારકામાં ગુજરાત ATSની મોટી સિદ્ધિ
ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં કોસ્ટગાર્ડ,નેવી મરીન પર પોલીસ વોચ રાખવા માટે પાકિસ્તાનની જાસુસી એજન્સી ફેસબુક પર મહિલાઓના બનાવટી પ્રોફાઇલ બનાવીને ટ્રેપમાં ફસાવાવ્યાી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓની સંવેદનશીલ માહિતી મેળવે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.






