મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જમવાનું પીરસવાની બાબતે હત્યા કરનાર શખ્સ ઝડપાયો

સુરતના વાય જંકશન પાસે જાહેરમાં હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતની ઉમરા પોલીસે આરોપી અવિનાશ નાગ

સુરતમાં જમવાનું પીરસવાની બાબતે હત્યા કરનાર શખ્સ ઝડપાયો

સુરતના વાય જંકશન પાસે જાહેરમાં હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતની ઉમરા પોલીસે આરોપી અવિનાશ નાગેન્દ્રપ્રસાદ સિંહાની રાંદેર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી અવિનાશ વાય જંકશન પાસે આવેલ શિવમ કિચન હોટલમાં કામ કરતો હતો. જ્યાં તેની અભિજીત અને અભિષેક વચ્ચે પીરસવાના કામ બાબતે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો ; સુરત: સાધુઓ દ્વારા પ્રાચીન મંદિરોની મૂર્તિ ઉઠામણીના મામલે મહિલા સત્સંગ મંડળ કલેક્ટર કચેરીએ પહોંચ્યું

ઝઘડો થયા બાદ અભિજીત અને અભિષેક ઓટોરીક્ષામાં પોતાનાં ઘરે જઇ રહ્યાં હતા. ત્યાં જ એકાએક આરોપી ઝઘડાની અદાવત મનમાં રાખીને વાય જંકશનના જાહેર રોડ ઉપર આવીને બંને ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં અભિષેકને છાતી અને મોઢા પર ઘાતક હથિયારના ઘા વાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અભિજીતને સામન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ઉમરા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો