Surendrnagar: પોલીસકર્મી તથા નેતાઓ સહિત લોકોના ખોટા વીડિયો બનાવી તોડ કરનાર ઝડપાયો
સુરેન્દ્રનગરમાં પોલીસકર્મી-અધિકારીઓ તથા રાજકીય નેતાઓના ખોટા વીડિયો બદનામ ક

સુરેન્દ્રનગરમાં પોલીસકર્મી-અધિકારીઓ તથા રાજકીય નેતાઓના ખોટા વીડિયો બદનામ કરતો આરોપી ઝડપાયો છે. પોલીસકર્મીઓ-રાજનેતાઓ સહિત સામંત નાગરિકોના ખોટ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તોડ કરનાર આરોપીને એસઓજી પકડી પાડ્યો છે.
સુરેન્દ્રનગરમાં LCBના એક પોલીસકર્મીનો વીડિયો બનાવી તેને બદનામ કરવાના ઇરાદે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. બે લાખની માગણી કરનાર યોગેન્દ્ર ઉર્ફે બકરાને પકડી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના વિડીયો બનાવ્યા છે. લોકોના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર ફેલાવવાનો દર બતાવી તોડ કરતો હતો. હાલ આરોપી પાસેથી બે મોબાઈલ જપ્ત કરી પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.




