જુનાગઢમાં મનદુ:ખ રાખી ખેડૂતની હત્યા કરનાર શખ્સ ઝડપાયો, જાણો શું છે મામલો
જુનાગઢના ગામમાં કોઈ વાતનું મન દુ:ખ રાખી એક ખેડૂતની હત્યા કરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જુનાગઢ જિલ્લાના ક

જુનાગઢના ગામમાં કોઈ વાતનું મન દુ:ખ રાખી એક ખેડૂતની હત્યા કરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે ખેડૂતની હત્યાનો આરોપીને પોલીસ શોધખોળના અંતે 5 દિવસ બાદ ઝડપી પાડ્યો છે.
ગત 12 જાન્યુઆરીના રોજ કૌશિક ખીમાણંદભાઈ બોરખતરીયા નામક શખ્સે તેમના પિતાની હત્યા થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ જુનાગઢ જિલ્લા પોલીસે સતત 5 દિવસ શોધખોળ કર્યા બાદ આરોપી લીલા ભીખા ડાભીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : VIDEO: તસ્કરોની ટોળકીનો આતંક: જુનાગઢમાં પાંચ કારખાનાના તાળા તૂટ્યાં, પંચમહાલમાં 2 મકાનમાંથી લાખોની ચોરી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ખેડૂત જ્યારે પોતાની વાડીએ ઓસરીમાં ભર ઉંઘમાં હતો ત્યારે આરોપીએ છરી તેમજ પાવડાની મદદથી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હત્યા કરવા પાછળ મૃતકે પાડોશી ખેડૂતની મહિલાની ચાલચલગતની વાતનો ઠપકો આપ્યો હતો, જેનું મનદુ:ખ રાખીને હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું હતું.
આ હત્યાની ઘટનામાં જિલ્લા આઇજીપી, જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ, એસઓજી, એલસીબીએ શોધખોળ હાથ ધરી હતી. પોલીસે તપાસ આગળ વધારતાં આરોપીએ હત્યામાં ઉપયોગમાં લીધેલ હથિયાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






