મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli News: વાડીયામાં મામલતદારે રેડ પાડી અનધિકૃત અનાજનો જથ્થો ઝડપી પાડ્યો

અમરેલીમાં મોટાપાયે અનધિકૃત રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વાડીયા મામલતદા

Amreli News: વાડીયામાં મામલતદારે રેડ પાડી અનધિકૃત અનાજનો જથ્થો ઝડપી પાડ્યો

અમરેલીમાં મોટાપાયે અનધિકૃત રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વાડીયા મામલતદારે ગાયત્રીચોક ખાતે રેડ પાડી અનધિકૃત રીતે સંગ્રહ કરાયેલા ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. 

વડીયાના ગાયત્રીચોક ખાતે મામલતદાર સહિતની ટીમે રેડ પાડી અનધિકૃત અનાજનો જથ્થો ઝડપી પાડયો હતો. ગાયત્રી ચોક ખાતે આવેલા અમન મન્સૂરભાઈ આદમાણીના ખાનગી ગોડાઉનમાં મામલતદારે રેડ પાડી હતી. ખાનગી ગોડાઉન ખાતે ઘઉં અને ચોખાનો અનધિકૃત જથ્થો ઝડપાયો હતો. મામલતદાર સહિતની ટીમ દ્વારા ઘઉં અને ચોખા મળી કુલ 1,17,585 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. ગત દિવસે પણ એક ઇકો કારમાંથી અનધિકૃત અનાજનો જથ્થો ઝડપાયો હતો. 

આ સમાચાર શેર કરો