VIDEO: નદી બે કાંઠે વહેતા મોટાખુટવડાના માલણ ડેમમાં નવા નીરની મબલખ આવક
ભાવનગરના મહુવા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે મોટાખુટવડા પંથક અને ઉપર

ભાવનગરના મહુવા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે મોટાખુટવડા પંથક અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ અનરાધાર વરસાદના કારણે માલણ નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનાથી નદીના વહેણનું દ્રશ્ય આકર્ષક બન્યું છે. નદીમાં આવેલા પૂરને પગલે મહુવાની જીવાદોરી સમાન માલણ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીર આવતા ચોમાસાના પ્રારંભે જ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે અને આગામી દિવસોમાં સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યા હલ થવાની આશા બંધાઈ છે. બીજી તરફ, વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરી સુરક્ષિત રહેવા સૂચના આપી છે.



