મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના અનાવલ-મહુવામાં આભ ફાટ્યું: અંબિકા નદીમાં ઘોડાપૂર

સુરત જિલ્લાના મહુવા અને આસપાસના વિસ્તારોમાં આભ ફાટતા આકાશી આફત સર્જાઈ છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં

સુરત જિલ્લાના મહુવા અને આસપાસના વિસ્તારોમાં આભ ફાટતા આકાશી આફત સર્જાઈ છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં ધોધમાર ૧૧ ઇંચ, જ્યારે મહુવા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ઉમરા ગામ પાસેથી પસાર થતી અંબિકા નદી ગાંડીતૂર બનતા પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે મહુવાના ઉમરા ખાતે આવેલો ઐતિહાસિક 'મધર ઇન્ડિયા ડેમ' ઓવરફ્લો થયો છે. પાણીનું સ્તર વધવાને કારણે અને ઓવરટોપિંગના લીધે પંથકના ૧૯ જેટલા આંતરિક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો