VIDEO : ગોમતી ઘાટ પર મોટી દુર્ઘટના ટળી, મોજામાં તણાયેલા બે લોકોનો બચાવ
દેવભૂમિ દ્વારકાથી બ્રેકિંગ સમાચાર. યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં ફરી બેદરકારી સા

દેવભૂમિ દ્વારકાથી બ્રેકિંગ સમાચાર. યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં ફરી બેદરકારી સામે આવી છે. પ્રતિબંધ હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુઓ જીવના જોખમે પાણી નજીક પહોંચ્યા હતા. અરબ સાગરના ભયંકર કરંટની અસરને કારણે ગોમતી નદીમાં પણ તેજ પ્રવાહ જોવા મળ્યો. પાણી નજીક પહોંચતા જ એક આધેડને જોરદાર મોજાએ ખેંચી લીધો હતો. તેમને બચાવવા દોડેલા યુવાન પણ પ્રવાહમાં ફસાયા હતા. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ગોમતી ઘાટ પર હાજર લોકોએ માનવ સાંકળ અને દોરીની મદદથી બન્નેને મહામુસીબતે બહાર કાઢ્યા. તંત્રએ શ્રદ્ધાળુઓને પાણીથી દૂર રહેવા અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા અપીલ કરી છે.


