મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા અંગે મોટા અહેવાલ, જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ

ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કને લઈ

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા અંગે મોટા અહેવાલ, જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ

ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કને લઈને સૌથી મહત્ત્વના અહેવાલ મળી રહ્યા છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને પરીક્ષા સ્થગિત રખાઈ છે.

20-21-27-28 એપ્રિલ અને 4-5  મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરાઈ છે. જોકે, 8-9  મે ની પરીક્ષા યથાવત્ રહેશે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે. 5554 જગ્યાઓ માટે પરીક્ષા ચાલી રહી છે. જેની પરીક્ષા પુરી થઈ છે તેને ફરીથી પરીક્ષા નહીં આપવી પડે. ચૂંટણી પછી બાકી ઉમેદવારોની પરીક્ષા યથાવત રહેશે.

આ સમાચાર શેર કરો