મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિંમતનગર પાસે પોલીસની મોટી કાર્યવાહી: 31.34 લાખના અફીણ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા

Himmatnagar news: કરોડપતિ બનવાની ઘેલછા અને એશોઆરામની લ

હિંમતનગર પાસે પોલીસની મોટી કાર્યવાહી: 31.34 લાખના અફીણ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા

Himmatnagar news: કરોડપતિ બનવાની ઘેલછા અને એશોઆરામની લાલચમાં યુવાનો કઈ હદે ગુનાખોરીના રસ્તે વળી રહ્યા છે, તેનો તાજો કિસ્સો સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળ્યો છે. વિદેશી દારૂ બાદ હવે પરપ્રાંતીય શખ્સોએ જાણે ડ્રગ સપ્લાયનો ઠેકો લીધો હોય તેમ પોલીસની સતર્કતાને કારણે એક મોટી સફળતા મળી છે. હિંમતનગરના હાથરોલ ગામ પાસે પોલીસે બાતમીના આધારે વૉચ ગોઠવીને લાખોની કિંમતનું અફીણ ઝડપી પાડ્યુ હતું.

પોલીસની વૉચ અને સફળતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે પોલીસે ડ્રગ્સના સોદાગરો પર લાલ આંખ કરી છે. હાથરોલ ગામ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે વૉચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી એક બાઈક પર આવી રહેલા બે શંકાસ્પદ પરપ્રાંતીય શખ્સોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે આ બંને શખ્સોની સઘન તલાશી લીધી, ત્યારે તેમની પાસેથી કુલ 6 કિલો જેટલું અફીણ મળી આવ્યું હતું.

મુદ્દામાલ અને આરોપીઓ
પોલીસે અફીણ અને બાઈક મળીને કુલ 31.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ મૂકેશ મીણા અને પપ્પુ થોરી છે, જેઓ રાજસ્થાનના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ અફીણનો જથ્થો રાજસ્થાનથી લાવીને સતલાસણા વિસ્તારમાં વેચવાની પેરવી હતી. જોકે, વેચાણ થાય તે પહેલા જ પોલીસે તેમનો ખેલ બગાડી નાખ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આ નેટવર્ક પાછળ બીજા કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી છે

આ સમાચાર શેર કરો