VIDEO : બાળ સંરક્ષણ ગૃહમાં મોટી બેદરકારી! 11 બાળકો નાસી ગયા
રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો નાસી જવાના મામલે શહેર પોલીસે કાર્યવાહી તેજ કરી છે. નાસી

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો નાસી જવાના મામલે શહેર પોલીસે કાર્યવાહી તેજ કરી છે. નાસી ગયેલા 11માંથી 7 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે, જ્યારે 4 બાળકોની શોધખોળ હજુ પણ યથાવત છે. રાજકોટ, કચ્છ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રાજકોટનો 16 વર્ષીય સગીર મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. ગૃહના સીસીટીવી પણ આ સગીરે તોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમાજ સુરક્ષા વિભાગે ગૃહના અધ્યક્ષ પરેશ મકવાણા અને ગાર્ડ રમણીકને શો કોઝ નોટિસ આપી છે અને બે દિવસમાં ખુલાસો માંગ્યો છે. આ સગીર વિરુદ્ધ થોડા દિવસ પહેલા થોરાળા પોલીસ મથકમાં મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.




