મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગ્રાહકો સાથે છેતરપિંડી કરતાં અજમેરા પેટ્રોલ પંપ પર મોટી કાર્યવાહી, પેટ્રોલિયમ એક્ટનું ય થતું હતું ઉલ્લંઘન

ચોટીલામાં આવેલા અજમેરા પેટ્રોલપંપ પર ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવા મુદ્દે પ્રાંત અધિકારીએ

ગ્રાહકો સાથે છેતરપિંડી કરતાં અજમેરા પેટ્રોલ પંપ પર મોટી કાર્યવાહી, પેટ્રોલિયમ એક્ટનું ય થતું હતું ઉલ્લંઘન

ચોટીલામાં આવેલા અજમેરા પેટ્રોલપંપ પર ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવા મુદ્દે પ્રાંત અધિકારીએ કરી મોટી કાર્યવાહી. પેટ્રોલનો જથ્થો સિઝ કરી ગ્રાહકો સાથેની છેતરપિંડી મુદ્દે શરૂ કરી તપાસ.

ગ્રાહકોને અપાતાં પેટ્રોલમાં મારતા કટકી

સુરેન્દ્રનગરના ચોટીલામાં અજમેરા પેટ્રોલપંપ આવેલો છે. જેમાં ગ્રાહકોને પેટ્રોલ ઓછું મળતું હોવાની શંકા વ્યક્ત કરી કેટલાક ગ્રાહકોએ ખુદ પ્રાંત અધિઓકારીને ફરિયાદ કરી હતી. જે બાદ ગ્રાહકોની ફરિયાદ ધ્યાને લઈ ખુદ પ્રાંત અધિકારી અજમેરા પેટ્રોલપંપ પર પહોંચી ચેકિંગ હાથ ધાર્યું હતું. જ્યાં અધિકારી દ્વારા ચેકિંગ કરાતા  પેટ્રોલ પંપ પર ગેરરીતિ ઝડપાઈ હતી. 5 લિટર પેટ્રોલમાં 35 મિલી પેટ્રોલ ગ્રાહકોને ઓછું આપવામાં આવતું હતું. 

નિયમોને નેવે મૂકી પેટ્રોલપંપ ચલાવાતો

આ ઉપરાંત પેટ્રોલપંપ પર પ્રાંત અધિકારીના ચેકિંગ દરમિયાન અગ્નિશામકના પૂરતા એપ્રુવલ કરેલા સાધનો પણ ન હોવાનું સામે આવ્યું. પેટ્રોલિયમ એક્ટનું પણ પેટ્રોલપંપ ઉપર પાલન ન કરવામાં આવતું હોવાનો ધડાકો થયો હતો. નિયમોને નેવે મૂકીને પેટ્રોલપંપ ચાલવવામાં આવતો હોવાથી અને ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપિંડી મામલે પેટ્રોલપંપ પર સરકારી સીલ મારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો