મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના, GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત

ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત થયા છે. બન

ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના, GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત

ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટના

દહેજના GFL કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી જેમાં ચાર મજૂરોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયું હતું તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા.આ ઘટનામાં 3 કોન્ટ્રાક્ટ કામદાર તેમજ એક કર્મચારીનું મોત થયું હોવાનું જાણવા મળે છે.

બનાવની જાણ થતા જ SDM અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. SDMએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે. GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી.

આ સમાચાર શેર કરો