મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JAMNAGAR : રણજીતસાગર રોડ પર સરકારી જગ્યામાં બનાવાયેલી મજાર તોડી પડાઈ

majar demolished constructed in Ranjit Sagar Dam area | Jamnagar News : જામનગર મહાનગરપાલિકાની ટીમે મોટા પોલીસ બંદોબસ્ત સાથે રણજીતસાગર ડેમ વિસ્તારમાં દબાણ હટા

JAMNAGAR : રણજીતસાગર રોડ પર સરકારી જગ્યામાં બનાવાયેલી મજાર તોડી પડાઈ

Jamnagar News : જામનગર મહાનગરપાલિકાની ટીમે મોટા પોલીસ બંદોબસ્ત સાથે રણજીતસાગર ડેમ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.  જેમાં રણજીતસાગર ડેમની જમીન પર સરકારી જગ્યામાં બનાવાયેલી મજારનું દબાણ દૂર કરીને રણજીતસાગર ડેમની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. 

રણજીતસાગર ડેમની જગ્યામાં 1700 ફૂટથી વધારેની સરકારી જગ્યા પર પંજૂપીરની મજારનું ચણતર કરીને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત રીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ ડિમોલેશનની કામગીરી દરમિયાન સરકારી થાંભલા સહિતની મિલકતો જોવા મળી હતી. તંત્ર દ્વારા આ બધી વસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો