Mahisagar news: પોલીસકર્મી જ બન્યો બુટલેગર, રાજસ્થાનથી દારૂ ઘુસાડનાર હેડ કોન્સ્ટેબલ સહિત બે દબોચાયા

સોર્સ : GSTV
ગુજરાતમાં દારુ ઘુસાડવામાં ફરી પોલીસની ભૂમિકા સામે આવી છે. મહીસાગર જિલ્લાની ડીટવાસ પોલીસે રાજસ્થાન સરહદથી દારૂ ઘુસાડનાર હેડ કોન્સ્ટેબલ અને બુટલેગરને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાકોર પોલીસમથકના કર્મીએ ઘૂસાડ્યો દારૂ
ગાંધીના ગુજરાતમાં પોલીસ જ બુટલેગર બની છે. મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ બુટલેગર સાથે મળી ગુજરાતમાં દારૂ ઘુસાડ્યો છે. ડીટવાસ પોલીસને બાતમી મળી કે રાજસ્થાન તરફથી એક અલ્ટો ગાડી દારુ ભરીને ગુજરાતમાં આવી રહી છે, જે બાદ પોલીસ એલર્ટ થઇ ગઈ હતી. 116 ક્વોટરીયા અને બીયરના ટીન સહિત વિદેશી દારૂ સાથે પોલીસે બાકોર પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી અને બુટલેગરને પકડ્યો છે.

