Mahisagar news: ટ્રેક્ટર પાછળ કારની ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

સોર્સ : gstv
રાજ્યમાંથી વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વઢેલા ગામ નજીક અકસ્માત સર્જાયો છે. મંડપના સામાનથી ભરેલા ટ્રેક્ટર પાછળ એક ગાડી ધડાકાભેર ઘૂસી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો ગાડીના કુરચેકુરચા ઉડી ગયા
અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો ગાડીના કુરચેકુરચા ઉડી ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી બેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે મોડાસા રિફર કરવામાં આવ્યા છે.

