VIDEO: મહીસાગર: ખાનપુરના ગાંગટા ગામે ચાલુ કારના બોનેટમાં ઘૂસ્યો સાપ
મહીસાગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ સર્પ સૃષ્ટિ રહેણાંક વિસ્તારો અને વ

મહીસાગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ સર્પ સૃષ્ટિ રહેણાંક વિસ્તારો અને વાહનો તરફ બહાર નીકળી રહી છે, જેથી વાહનચાલકોએ સાવધ રહેવાની જરૂર છે. ખાનપુર તાલુકાના ગાંગટા ગામે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ચાલુ કારના એન્જિનના ભાગમાં સાપ ભરાઈ ગયો હતો.કાર ચલાવતી વખતે અંદર કોઈ હરકત થતી હોવાનો અહેસાસ થતાં જ ચાલકે સતર્કતા વાપરી ગાડી સીધી નજીકના ગેરેજ પર લીધી હતી. ગેરેજમાં બોનેટ ખોલતા જ અંદર સાપ જોવા મળ્યો હતો, જેને ત્યાં હાજર લોકોએ સાવચેતીપૂર્વક બહાર કાઢી નજીકના સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.




