જામનગર: મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત અચાનક લથડી, તબીબોએ આપી આ સલાહ
જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત અચાનક લથડી છે. ડોક્ટરોએ તેમને તાત્કાલિક

જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત અચાનક લથડી છે. ડોક્ટરોએ તેમને તાત્કાલિક સારવાર આપી હતી. નાદુરસ્ત તબિયતના કારણે તબીબોએ જામસાહેબને આરામ કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: અંતે પોલીસે કબૂલ્યું કે ગુજરાતમાં મંદિરો પણ અસલામત : પાવાગઢના ગર્ભ ગૃહમાંથી 78 લાખના ઘરેણાંની ચોરી
જામસાહેબે એક પત્ર જાહેર કરાવી શુભેચ્છકોને સંદેશ આપ્યો
જામસાહેબે એક પત્ર જાહેર કરાવી શુભેચ્છકોને સંદેશ આપ્યો છે, જેમાં કહેવાયું છે કે, 'જામ સાહેબને આરામ કરવા માટે ખૂબ જ ગંભીરતા પૂર્વક સલાહ આપવામાં આવી છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મુલાકાતીઓ અને ફોન પર વાત કરવાથી પણ દૂર રાખવામાં આવી રહ્યા છે.’ જામ સાહેબ વતી પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'ક્ષમા ચાહું છું મિત્રો, પરંતુ હું કોશિશ કરીશ જ્યારે સાજો થઈ જઈશ ત્યારે ફરી મળતા રહીશું'
શારીરિક અને માનસિક આરામની જરૂર
જામ સાહેબના નજીકના સુત્રોનું કહેવું છે કે, જામ સાહેબને ઉંમરને લગતી સમસ્યા છે. દિવાળીના તહેવારોના સમયમાં વધારે લોકો તેમને મળવા આવ્યા. સાથે જ અનેક ફોન કોલ આવ્યા, જેના કારણે બાપુ થાકી ગયા છે. જેથી તેમને શારીરિક અને માનસિક આરામની જરૂર છે.






