VIDEO: ગીરના જંગલમાં આવેલો મછુન્દ્રી ડેમ સિઝનમાં પહેલીવાર ઓવર ફ્લો થયો
ગીરના જંગલોમાં આવેલો મછુન્દ્રી ડેમ સિઝનમાં પહેલીવાર ઓવર ફ્લો થયો છે. ઉના તાલુકા તથા ગીરગઢડાની જીવા
ગીરના જંગલોમાં આવેલો મછુન્દ્રી ડેમ સિઝનમાં પહેલીવાર ઓવર ફ્લો થયો છે. ઉના તાલુકા તથા ગીરગઢડાની જીવાદોરી સમાન ગણાતો મછુન્દ્રી ઓગની જતાં લોકોમાં આનંદ છવાયો છે. ચોમાસામાં વરસાદના બીજા રાઉન્ડમાં ડેમ ઓવર ફ્લો થયો છે. હાલ તંત્ર દ્વારા ઉના તથા ગીરગઢડાના નિચાણવાળા 10થી૧૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિઝનમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હતો પરંતુ ગીરગઢડાના ઉના તાલુકામાં સીઝનનો સાવ ઓછો વરસાદ થતાં જગતનો તાત પરેશાન હતો પરંતુ હવે મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થતાં પિયતના પાણીનો પ્રશ્ન હલ થયો છે. મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થતાં ઉના ગીરગઢડા તાલુકાના લોકો ખુશખુશાલ થયા છે.




