સુરતમાં પતિને તરછોડનારી પ્રેમિકા સાથે પ્રેમીએ 7 વર્ષ રંગરેલિયા મનાવી, લાખો રૂપિયા અને સોનું માંગી હાંકી કાઢી
પ્રેમ માટે તરસતી પરિણીતાએ પતિને છૂટાછેડા આપ્યા બાદ સોશિયલ મીડિયાથી પ્રેમીના સંપર્કમાં આવી હતી. જો કે, પ્રેમન

પ્રેમ માટે તરસતી પરિણીતાએ પતિને છૂટાછેડા આપ્યા બાદ સોશિયલ મીડિયાથી પ્રેમીના સંપર્કમાં આવી હતી. જો કે, પ્રેમની જગ્યાએ અહિં પણ પરિણીતાને દગો મળ્યો હતો. પ્રેમીએ વર્ષો સુધી રંગરેલિયા મનાવીને પરિણીતા સામે પોત પ્રકાશ્યું હતું. પ્રેમી અને તેની માતાએ પોતાનો અસલી રંગ બતાવતાં પ્રેમિકા પોલીસ મથકે પહોંચી હતી. જેથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી પ્રેમી યુવકને ઝડપી પાડ્યો છે.
બે વાર પતિ સાથે રહેવા જતી રહી
ભેસ્તાનમાં રહેતી તેલંગણાની મહિલાના 2013માં લગ્ન થયાં હતાં. ત્યારબાદ પતિ પાસેથી પ્રેમ ઓછો મળતો હોય તેમ 2017માં ઈન્સ્ટા.ના માધ્યમથી પ્રશાંત શંકર એડલાના પ્રેમમાં પડી હતી. યુવકના પ્રેમમાં અંધ થઇ 2018માં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી. જો કે, વતનમાં રહેતા માતા-પિતાને આ વાત પસંદ નહોતી. મહિલાને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતાં આ યુવતી પતિને ઘરે પરત ફરી હતી. પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતાં ઝઘડાઓ શરૂ થયા હતા. મામલો પોલીસ સુધી પહોંચતાં 2022માં પરત પતિ પાસે રહેવા જતી રહી હતી.
પ્રેમી અને તેની માતાએ રૂપિયા માગ્યા
નાની બહેનની આ હરકતથી તેલંગણામાં રહેતાં 31 વર્ષીય મોટા ભાઈને બદનામીની લાગણી થતાં તેણે આપઘાત કરી લીધો હતો. ભાઇના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને 2023માં બીજી વખત છૂટાંછેડાં આપી દીધા હતા. લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું યૌનશોષણ કર્યું હતું. યુવતીએ લગ્ન કરવાનું કહેતાં હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ 10 લાખ રોકડાં અને પાંચ તોલા દાગીનાની માંગણી કરી હતી. જેથી મહિલા પોલીસ મથકે પહોંચી હતી. જેથી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.








