વલસાડના ઘરાસણામાં રેતી ભરેલી બેફામ દોડતી ટ્રકોને લઈને બબાલ, સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે લાફાવાળી
રસ્તા પર દોડતી બેફામ ટ્રકો અવારનવાર ઠેર ઠેર અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે વલસ

રસ્તા પર દોડતી બેફામ ટ્રકો અવારનવાર ઠેર ઠેર અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે વલસાડના ધરાસણામાં પણ સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે બબાલ થઈ ગઈ હતી. રેતી ભરેલી બેફામ દોડતી ટ્રકોના ચાલકોની દાદાગીરીને કારણે બબાલ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દાદાગીરીનો પ્રતિકાર
ગામ લોકોને ટ્રક ચાલકો અને માલિક વચ્ચે મારામારી કરી હતી. ઘટના સ્થળે ઝપાઝપી અને મારામારી લાફાવાળીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અંતરિયાળ વિસ્તારમાં રેતી ભરેલી બેફામ દોડતી ટ્રક ચાલકોને દાદાગીરીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચેકિંગથી બચવા રેતી ભરેલી ટ્રકે રોડ પરના એક ઘરના આંગણામાં ટ્રકને ટર્ન લેતા બબાલ સર્જાઈ હતી.
ગામમાં નુકસાને પહોંચાડ્યું
લોકોનો ટોળું એકઠું થતાં માહોલ ગરમાયો હતો. બાદમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોએ કહ્યુ કે, બિલીમોરા-ધોલાઈથી રેતી ભરેલી ટ્રક અમારા ઘરમાં નાખી હતી. અમારી ગાડીને પણ નુકસાન થયું હતું. અગાઉ પણ આવું થતું હતું. અમને દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે. રેતી માફીયાઓની હેરાનગતિ થઈ રહી છે. આ રીતે કેવી રીતે નીકળે છે તે પણ પ્રશ્ન છે.






