મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત / કોઈ જાહેરસભામાં રડી પડ્યું, તો કોઈએ સંતોના આશીર્વાદ લીધા, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારીપત્ર

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસના ઉમેદ

ગુજરાત / કોઈ જાહેરસભામાં રડી પડ્યું, તો કોઈએ સંતોના  આશીર્વાદ લીધા, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારીપત્ર

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો આજે 15 એપ્રિલ સોમવારથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ કર્યું છે. ઉમેદવારોએ રોડ-શો યોજી અને જાહેરસભા કરીને શક્તિ પ્રદર્શન પણ કર્યુ. ફોર્મ ભરતી વખતે ઉમેદવારોની સાથે દિગ્ગજ-પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યાં. 

  1. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન જાહેરસભામાં ભાવુક થયા હતા. 
  2. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ રોડ-શો કરીને ઉમેદવારીપત્ર ભર્યું.
  3. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં જાહેરસભાને સંબોધન કરીને ઉમેદવારી નોંધાવી. 
  4. ભરૂચ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળામાં હરસિદ્ધિ મંદિરે માતાજીના દર્શન કરીને શકિતનાથ ખાતેથી રેલી કાઢીને ઉમેદવારીપત્ર ભર્યું.
  5. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયા અને વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ સુદામા ચોકમાં જાહેરસભા અને રોડ-શો કરીને  ઉમેદવારપત્ર ભર્યું.
  6. જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાએ   ઉમેદવારી  ઉમેદવારપત્ર ભર્યું. રણજીત નગરમાં પટેલ સમાજ પાસે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસનાં કાર્યકરોનું ઇન્ડિયા ગઠબંધનનું સ્નેહમિલન મળ્યું  હતું. આ સ્નેહમિલન બાદ જે.પી. મારવીયાએ   ઉમેદવારી નોંધાવી.
  7. વલસાડ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભામાં જ મંચ પર સાધુ-સંતોના આશીર્વાદ લઈને ઉમેદવારીપત્ર ભર્યું.
  8. દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કર્યા બાદ ઉમેદવારીપત્ર ભર્યું.
  9. પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે સંતોના આશીર્વાદ લઈને ઉમેદવારીપત્ર ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા જનસભા સંબોધી હતી અને રેલી કાઢી હતી.
  10. બારડોલી લોકસભા બેઠક માટે આજે કોંગ્રેસ પક્ષમાંથી સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ નામાંકન નોંધાવ્યું હતું. તેમણે વ્યારામાં જંગી જાહેરસભા સંબોધીને વ્યારા નગરમાં હજારો કાર્યકરોની સાથે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આ સમાચાર શેર કરો