હિંમતનગરમાં 15 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોનો હોબાળો, મહિલાઓ પહોંચી નગલપાલિકા
કહેવાતા વિકસિત ગુજરાતમાં આજે પણ કેટલાય વિસ્તારોમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. સૌ

કહેવાતા વિકસિત ગુજરાતમાં આજે પણ કેટલાય વિસ્તારોમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. સૌરાષ્ટ કે કચ્છના ઘણા વિસ્તારો તો અનેક વર્ષોથી પાણી માટે તરસી રહ્યા છે. પરંતુ સાંબરકાંઠામાં આવેલા શહેરી વિસ્તારો પણ પાણી વિહોણા થયા છે.
આ પણ વાંચો : સાબરકાંઠાની હોટલમાં ગેસનો બાટલો ફાટતાં 7 લોકો દાઝ્યા, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પાણીના મામલે સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં 15 દિવસથી ઘણી બધી સોસાયટીઓ પાણી વિહોણી થઈ છે જેને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આખરે પંદર દિવસથી પાણી ન આવતા ગૃહિણીઓ પાલિકાએ પહોંચી હતી અને ચીમકી આપી હતી કે 24 કલાકમાં પાણી નહીં આવે તો તમામ સોસાયટીઓ હલ્લાબોલ કરશે. હિંમતનગર નગરપાલિકાની પાયારૂપ સુવિધાઓમાં ત્રુટિ સર્જાઈ હતી જેને પગલે હિંમતનગર પાલિકામાં પાણીના મુદ્દે પારાયણ ચાલી રહી છે.




